TOP

Leave The Superstition, Come Back To The Home & Make Home As A Temple

|| An Ethereal Appearance - Unique Incidence ||

:: When Mother VISHVAMBHARI reincarnated on earth and gave divine appearance to Shri MAHAPATRA, the architect of this pious shrine

» Gujarat is a land of great warriors, saints and many great personalities. In one small town of such great land a divine, capable and dedicated soul known as Shri MAHAPATRA (Shri Vitthalbhai) was born, who has charismatic personality. His deeds and efforts created such a vast atmosphere of reverence, divinity and light that Supreme Power, Divine Mother VISHVAMBHARI herself had to appear in physical form on the earth from heaven on her divine chariot in front of him.

» A son of a farmer, Shri Vitthalbhai is living a life brightened with the 17 virtues of VEDAS. His only aim was to find who provides the ultimate force and strength to all Gods and Goddesses? He wanted to see and feel that power. Only a divine, pure, sacred personality can see the ultimate creator of this universe and only he can face and stand in the ultimate test of the creator. He only can prove to the world about such existence of divine force when time comes.

» Shri Vitthalbhai's desire to feel and experience the existence of such Supreme Power was so intense and real by heart that he passed all 16 difficult tests of the Mother VISHVAMBHARI. Not only that, on 6th September 1999, Divine Mother VISHVAMBHARI herself reincarnated as 18-year-old beautiful and gorgeous girl who would have even diverted the attention of staunch sages from their concentration; and it was most difficult 17th test of lust, morality and character for him. Even though Shri Vitthalbhai passed that most difficult test sacredly and won blessings of the divine Mother.

» This was the golden day for modern spiritual India. On this day, pleased with the greatness of the revered character of Shri Vitthalbhai, the Supreme Power Divine Mother VISHVAMBHARI herself came on the earth in physical form from heaven on her chariot. Also, she had a 45-minute conversation full of knowledge and devotion with him. She then bestowed upon him the great responsibility of world welfare and honoured him with the title of “MAHAPATRA”.

» During the divine conversation, Shri MAHAPATRA asked Mother about her identity. A mother said “I am the creator of this infinite universe, I am the power who created Brahma-Vishnu-Mahesh (Gods), I am the Goddess of deeds and destiny, I am the Mother VISHVAMBHARI”.

» Shri MAHAPATRA then requested Mother to give him key to the welfare of entire world. Mother VISHVAMBHARI gave him divine message for mankind “Leave the superstition, come back to the home and make home as a temple and establish rule of truth, deeds and duty on the top.”

» It was after the penance of many births and continuous searches for the supreme power, the Mother VISHVAMBHARI appeared on earth and had the divine conversation with him. She inspired MAHAPATRA to guide and become invisible force behind the creation of the pious, sacred, holy shrine- Maa Vishvambhari TirthYatra Dham which is among the nature's beauties on the banks of PAR River in the town of Rabda. This divine shrine with great architecture, sculptures and planning was completed in unbelievable time period of 90 days.

» This shrine do not discrimination between casts, creed, cultures or any cults, it is spreading divine light of knowledge, deeds and devotion to the society. It is evolving into the centre of par excellence in knowledge and ideology in different streams of life sciences. It is becoming a light house for the people willing for salvation.

» The Vedic ideology, true devotion and Karm yoga, simple and very short path to reach the supreme power, Divine message of Mother VISHVAMBHARI, all this spread by Shri MAHAPATRA for betterment of mankind rather than use for him selfish goals. With such as selfless intention he lightens the torch of universal ideological revolution, whose light has reached to innumerable people of this world and their homes are illuminated in the form of temples.

» (1) Parents (2) Goddess of own clan (3) Holy Cow (4) Vedic culture and (5) Nature - by achieving purpose of serving these five, humans can free themselves from the debts of all five and attain salvation. That is the main pious purpose of Shri MAHAPATRA in establishing this shrine.

» Shri MAHAPATRA says that whoever establish Mother VISHVAMBHARI'S ideology, Goddess of their clan and lord Ganesh in their home and follows the Vedic virtues in their lives, can liberate themselves from diseases and troubles. In such homes of faithful and industrious parents, pure and pious souls will be born. Their wealth of good deeds will increase and they will get rebirths in higher class. Hence this poverty will be diminished gradually and enriched life will flourish.

» Let us all grasp a divine message of Mother VISHVAMBHARI and make ourselves capable of receiving her blessings. Let us make our homes as temples and join Shri MAHAPATRA in his mission of welfare of mankind. We can certainly achieve higher goals of universal peace by establishing rule of truth, duty and good deeds.

|| અલૌકિક દર્શન - અનુપમ ઘટના ||

:: માઁ વિશ્વંભરીએ જયારે પૃથ્વી પર સાક્ષાત પધારી ધામના પ્રણેતા શ્રી મહાપાત્રને દીધા દિવ્ય દર્શન...

» શૂરવીરો અને સંતો-મહાત્માઓની પુણ્ય પવિત્ર ભૂમિ ગુજરાતની ધન્ય ધરા પર એક નાનકડા ગામમાં સાગર જેવા સમર્પિત-સમર્થ દિવ્યાત્મા શ્રી મહાપાત્ર (શ્રી વિઠ્ઠલભાઈ) અવતર્યા. તેમના કર્મ અને પુરુષાર્થથી ભક્તિનું એવું પ્રચંડ તેજભર્યું વાતાવરણ સર્જાયું કે પરમશક્તિ માઁ વિશ્વંભરીએ એમને દર્શન આપવા સ્વર્ગેથી પોતાના દિવ્ય રથમાં પૃથ્વીના પટ પર સાક્ષાત દિવ્ય અવતરણ કર્યુ.

» ૧૭ વૈદિક સદ્ગુણોથી ઓપતું કર્મયોગી જીવન જીવતા ખેડૂતપુત્ર શ્રી વિઠ્ઠલભાઈનું એક જ પરમ લક્ષ્ય હતું: સમસ્ત દેવી-દેવતાઓમાં પરમશક્તિ કોણ છે એ જાણી એમના દર્શન કરવા. જેમ સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જ જોઈએ એમ જેમણે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું હોય તે પરમશક્તિના દર્શન કરવા માટે તો કોઈ પુણ્યશાળી દિવ્યાત્મા જ બનવું પડે અને કસોટી આવે ત્યારે એ પુરવાર પણ કરવું પડે.

» પરમશક્તિના દર્શનની શ્રી વિઠ્ઠલભાઈની મનોકામના એટલી તીવ્ર અને સાચા દિલની હતી કે માઁએ તેમની કરેલી અઘરી અને આકરી ૧૬ પ્રકારની કસોટીમાંથી તેઓ પાર ઊતર્યા. એટલું જ નહીં, તારીખ ૦૬-૦૯-૧૯૯૯ના દિવસે માઁએ ૧૮ વર્ષની મોહિનીના સ્વરૂપે, મુનિવરો પણ ડગી જાય તેવી, એમના ચારિત્ર્યની અંતિમ સત્તરમી અગ્નિપરિક્ષા કરી એમાંથી પણ તેઓ પવિત્ર રહીને પાર ઊતર્યા.

» આ દિવસ ભારતના આધુનિક આધ્યાત્મિક ઇતિહાસનો સોનેરી દિવસ હતો. આ દિવસે શ્રી વિઠ્ઠલભાઈના અનન્ય પુણ્યબળથી પ્રસન્ન થઇ પરમશક્તિ માઁ વિશ્વંભરીએ સ્વર્ગલોકથી પૃથ્વીલોક પર પંચકર્મી રથમાં સદેહે પધારી એમને દિવ્ય દર્શન આપ્યાં, વિશેષમાં એમની સાથે ૪૫ મિનિટ જ્ઞાન-ભક્તિસભર દિવ્ય સંવાદ કર્યો. વિશ્વકલ્યાણના પરમ કર્તવ્યની એમને જવાબદારી સોંપી અને એમને માનવશ્રેષ્ઠ ગણાવી 'મહાપાત્ર'ના વિરલ બિરુદથી નવાજ્યા.

» દિવ્ય સંવાદ દરમ્યાન શ્રી મહાપાત્રએ માઁને એમની ઓળખ પૂછી ત્યારે માઁ વિશ્વંભરીએ સ્વમુખે કહ્યું: “હું અનંત બ્રહ્માંડની રચયિતા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઉત્પન્ન કરનારી શક્તિ છું, હું આ સૃષ્ટિની સર્જનહાર, કર્મની દેવી, ભાગ્યવિધાતા માઁ વિશ્વંભરી છું.”

» સર્વ જગતનું કલ્યાણ થાય તેવી યુક્તિ બતાવવા શ્રી મહાપાત્ર માઁ પાસે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે માઁ સમગ્ર માનવજાત માટે એક દિવ્ય સંદેશ આપે છે કે, “અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો સાથે સત્ય ધર્મ-કર્મની સર્વોચ્ચ શિખરે સ્થાપના કરો.”

» અનેક જન્મોનાં તપ અને પરમશક્તિની અવિરત શોધના પુનીત પરિણામે માઁ વિશ્વંભરીના પ્રત્યક્ષ દર્શન અને એમની સાથે દિવ્ય સંવાદનો અનુપમ કૃપાપ્રસાદ પ્રાપ્ત કરનારા શ્રી મહાપાત્રના પ્રેરક માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક સૌન્દર્યથી સદાય લચેલા એવા વિસ્તારમાં આવેલા રાબડા ગામે પાર નદીના કિનારે એક અદ્ભૂત અને અલૌકિક માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ માત્ર ૯૦ દિવસમાં જ થયેલું છે.

» ન્યાત-જાત-પંથ કે સંપ્રદાયના લેશમાત્ર ભેદભાવ વગરનું આ ધામ જ્ઞાન-ભક્તિ–કર્મનો સોનેરી ઉજાસ પાથરી વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની ગયું છે તેમજ ભવસાગર પાર કરવા આતુર મરજીવા માટે દીવાદાંડી સમાન બન્યું છે.

» વૈદિક વિચારધારા, સાચી ભક્તિ, કર્મયોગભર્યું જીવન એ મહાશક્તિ સુધી પહોંચવાનો અત્યંત સરળ અને તદ્દન ટૂંકો માર્ગ છે. માઁ વિશ્વંભરીના દિવ્ય સંદેશથી માત્ર સ્વહિત જોવા - કરવાને બદલે એના પ્રચાર, દિશાસૂચન માટે શ્રી મહાપાત્રએ મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવી નિ:સ્વાર્થ ભાવનાના બળે આ ધામનું નિર્માણ કરીને વૈશ્વિક વૈચારિક ક્રાંતિકારી મશાલની જ્યોત પ્રગટાવી છે. જેનો પ્રકાશ વિશ્વના અસંખ્ય લોકો સુધી પહોંચ્યો છે અને તેમનાં ઘર પવિત્ર મંદિર બનીને પ્રકાશિત થઇ રહ્યાં છે.

» (૧) માતા-પિતા, (૨) કુળદેવી, (૩) ગાયમાતા, (૪) વૈદિક સંસ્કૃતિ અને (૫) પ્રકૃતિ - એમ આ પાંચની સેવાના ઉદ્દેશને ચરિતાર્થ કરી માનવી એ પાંચના ઋણમાંથી મુક્ત થઈને મોક્ષ મેળવી શકે એવો આ ધામના નિર્માણ પાછળનો શ્રી મહાપાત્રનો દ્રઢ શુભાશય છે.

» જે કોઈ પોતાના ઘરમાં માઁ વિશ્વંભરી, કુળદેવી અને ગણપતિનું સ્થાપન કરીને જીવનમાં વૈદિક સદ્ગુણોનું આચરણ કરશે તો તે આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત બને છે. આવા ઘરમાં શ્રદ્ધાવાન-કર્મવાન માતા-પિતાને ત્યાં સાત્ત્વિક આત્માઓનો જન્મ થાય છે. એમનાં સત્કર્મની મૂડીમાં વધારો થતાં નવો જન્મ ઉચ્ચ કોટિમાં થાય અને એમ ગરીબી ક્રમશ: નાશ પામતી જશે.

» આપણે સૌ માઁ વિશ્વંભરીના દિવ્ય સંદેશ ઝીલી પોતાની જાતને માઁના આશીર્વાદને પાત્ર બનાવીને આપણાં ઘરને મંદિર બનાવીએ અને શ્રી મહાપાત્રના વિશ્વકલ્યાણના મહાકાર્યમાં સહભાગી થઈએ. એમ કરતાં સત્યધર્મ અને કર્મની સ્થાપના થકી વિશ્વશાંતિનું ઉત્તમ લક્ષ્ય આપણે અવશ્ય સિદ્ધ કરી શકીશું.

|| अलौकिक दर्शन - अनुपम घटना ||

:: माँ विश्वंभरीने पृथ्वी पर साक्षात पधारकर धाम के प्रणेता श्री महापात्र को दिये दिव्य दर्शन...


» संतो और महात्माओ की पूण्य-पवित्र गुजरात की धरती पर एक छोटे से गॉव में सागर जैसे समर्पित-समर्थ दिव्यात्मा श्री महापात्र (श्री विठ्ठलभाई) का अवतरण हुआ l उनके कर्म और पुरुषार्थ से भक्ति का ऐसा तेजोमय वातावरण निर्मित हुआ जिससे परमशक्ति माँ विश्वंभरी को उनको दिव्य दर्शन देने के लिए स्वर्ग से अपने रथमें पृथ्वी पर साक्षात अवतरित होना पड़ा |

» १७ वैदिक सद्गुणों से सुशोभित एवं कर्मयोगी जीवन से युक्त किशानपूत्र श्री विठ्ठलभाई का एक ही परम लक्ष्य था की समस्त देवी-देवताओ में परमशक्ति कौन है यह जानना और उनका दर्शन पाना | जैसे शेरनी का दूध रखने के लिए सुवर्णपात्र ही चाहिए, वैसे ही समग्र सृष्टि का सर्जन किया हो वो परमशक्ति के दर्शन के लिए पूण्यशाली-दिव्यात्मा ही बनना चाहिए और जब कसौटी की क्षण आये तब उसे प्रमाणित भी करना चाहिए |

» परमशक्ति के दर्शन की मनोकामना श्री विठ्ठलभाई में इतनी प्रबल और सच्चे दिल कि थी कि माँ ने उनकी कठिनतम १६ प्रकार की कसौटी ली, जिसको वे पार कर गये I इतना ही नहीं , दिनांक ०६-०९-१९९९ के दिन माँ ने १८ वर्षीय मोहिनी का रूप ले कर, बड़े बड़े मुनिवर भी डग जाए ऐसी उनके चरित्र की आखरि सत्रहवी अग्निपरीक्षा की, जिसमें से वे पवित्र रहकर उत्तीर्ण हुए |

» यह दिन भारत के आधुनिक आध्यात्मिक इतिहास का स्वर्णिम दिन था | ईसी दिन श्री विठ्ठलभाई के अनन्य पूण्यबल से प्रसन्न होकर परमशक्ति माँ विश्वंभरीने स्वर्गलोक से पृथ्वीलोक पर पंचकर्मी रथमें सदेह पधारकर न केवल उनको दिव्य दर्शन दिए, बल्कि उनके साथ ४५ मिनिट तक ज्ञान-भक्तिसभर दिव्य संवाद भी किया एवं विश्व कल्याण के परम कर्तव्य की जिम्मेदारी सौप कर उन्हें मानवश्रेष्ठ घोषित कर 'महापात्र' के अद्वितीय नाम से नवाजा |

» इसी दिव्य संवाद के दौरान श्री महापात्र ने माँ को उनकी पहेचान के बारे में पूछा तब माँ विश्वंभरी ने स्वमुख से कहा: "मैं अनंत ब्रह्माण्ड की रचयिता, ब्रह्मा-विष्णु-महेश को उत्पन्न करनेवाली शक्ति हूँ, मैं इस समग्र सृष्टि की सर्जनहार, कर्म की देवी, भाग्य विधाता माँ विश्वंभरी हूँ |"

» समग्र संसार के कल्याण की कामना के उपाय बताने के लिए श्री महापात्र ने माँ के पास इच्छा जताइ तब माँ ने समग्र मनुष्य जाती के लिए एक दिव्य संदेश दिया "अंधश्रध्दा छोड़कर घर की ओर वापस लौटो और घर को ही मंदिर बनाओ एवम् सत्यधर्म और कर्म की सर्वोच्च शिखर पर स्थापना करो |"

» अनेक जन्मों के तप और परमशक्ति की अविरत खोज के पुनीत परिणाम स्वरुप माँ विश्वंभरी के प्रत्यक्ष दर्शन और उनके साथ दिव्य संवाद का अनुपम कृपा-प्रसाद प्राप्त करनेवाले श्री महापात्र के प्रेरक मार्गदर्शन में प्राकृतिक सौन्दर्य से हरेभरे क्षेत्र राबडा गॉव में पार नदी के तट पर एक अद्भूत और अलौकिक माँ विश्वंभरी तिर्थयात्रा धाम का निर्माण केवल ९० दिनो में ही हुआ है |

» यह धाम जात-पात, पंथ-संप्रदाय के किसी भी भेदभाव से परे, ज्ञान-भक्ति-कर्म का स्वर्णिम प्रकाश फैलाकर वैचारिक-आध्यात्मिक क्रांति का केन्द्र बन गया है, साथ में भवसागर पार करने को इच्छुक लोगों के लिए एक प्रकाश स्तम्भ बना हुआ है |

» वैदिक विचारधारा, सच्ची भक्ति, कर्मयोग से भरा हुआ जीवन, महाशक्ति के पास पहुँचने का अत्यंत सरल एवम् सीधा सा मार्ग, माँ विश्वंभरी के दिव्य संदेश से सिर्फ स्वहित देखने के बजाय उनका प्रचार, दिशासूचन के लिए श्री महापात्र ने मनुष्य जाति का कल्याण करने की नि:स्वार्थ भावना के बल पर यह धाम का निर्माण कर के वैश्विक-वैचारिक क्रांतिकारी मशाल की ज्योत प्रज्जवलित की है | जिस का प्रकाश विश्व के असंख्य लोगों तक पहुँचा है और उनके घर पवित्र मंदिर बनकर प्रकाशित हो रहें है |

» (१) माता-पिता, (२) कुलदेवी, (३) गाय माता, (४) वैदिक संस्कृति, और (५) प्रकृति - इन पांच की सेवा का उद्देश्य चरितार्थ कर मनुष्य इनके ऋण से मुक्त होकर मोक्ष पा सकता है, ऐसा दृढ शुभाशय यह धाम के निर्माण के प्रति श्री महापात्र का है |

» यदि कोई अपने घर में माँ विश्वंभरी, कुलदेवी माँ और गणेशजी की स्थापना कर के जीवन में वैदिक सद्गुणों का आचरण करेगा, तो वह आपत्ती-विपत्ती-तनाव से मुक्त हो सकता है | ऐसे श्रद्धालु-कर्मशील माता-पिता के घरमें सात्विक आत्माओ का जन्म होता है | उनके सत्कर्म की पूँजी बढ़ने से नया जन्म भी उच्च कोटि में होता है| इसी तरह क्रमश: दरिद्रता का नाश हो जाता है |

» हम सब माँ विश्वंभरी के दिव्य संदेश को अपनाकर खुद को माँ की सेवा के पात्र बनाकर अपने घर को मंदिर बनाए और श्री महापात्र के विश्व कल्याण के महान कार्य में सहभागी बनें | ऐसा होने से सत्यधर्म और कर्म की स्थापना के द्वारा विश्वशांति का उत्तम लक्ष्य हम सिद्ध कर पाएंगे |